સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. આ અવસરે ફિલ્મ અભિનેતા આમિર ખાને ખાસ હાજરી આપી. ધ્વજવંદન બાદ આમિર ખાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને નિહાળી... બાદમાં મીડિયા સમક્ષ આમિર ખાને રાજપીપળા સાથે જોડાયેલા જૂના સ્મરણો યાદ કરીને કહ્યું કે, તે બાળપણમાં પોતાના પિતા સાથે ફિલ્મ શૂટિંગ કરવા માટે રાજપીપળા આવતા... આમિર ખાને કહ્યું કે, હવે તે પોતાના બાળકો અને પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ આવશે.. આમિર ખાને PM નરેન્દ્ર મોદીનો આભાર માની કહ્યું કે, PM મોદીએ દેશને અને સૌને પ્રેરણા આપે તેવું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવ્યું છે.