લગ્ન પ્રસંગમાં ચોરીને અંજામ આપતા આરોપીની અમરેલી પોલીસે ધરપકડ કરી છે.. અમરેલીના ભોજલપરામાં હેતા રાજેશભાઈ રેણુકાની પુત્રીના લગ્ન પ્રસંગ ગણેશ પાર્ટી પ્લોટમાં રાખ્યો હતો.. ત્યારે જ દીકરીને કન્યાદાનમાં આપવાના સોનાના દાગીના અને રોકડ સહિત અંદાજીત બે લાખ 63 હજારથી વધુ માલમત્તા ભરેલ થેલો અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.. જેની ફરિયાદ કરતા અમરેલી તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી..સીસીટીવી ફુટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરીને પોલીસે વિકાસ સાચી નામના આરોપીની ધરપકડ કરી છે.. પોલીસની પૂછપરછમાં આરોપીએ અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં ચોરી કર્યાની કબુલાત આપી છે.. આરોપી પાસેથી પોલીસે 14 લાખ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.. હાલ તો પોલીસે આરોપીના અન્ય કોઈ સાગરીતો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે