અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો કર્યો. અને આ ભાવ વધારો આજથી લાગૂ થયો છે. ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડ 500 મિલી માટે રૂપિયા 32ને સ્થાને રૂપિયા 33. જ્યારે 1 લીટર માટે રૂપિયા 64ને સ્થાને રૂપિયા 66 ચૂકવવા પડશે. અમૂલ તાજાના 500 ગ્રામ પાઉચનો નવો ભાવ 27 અને અમૂલ શક્તિના 500 ગ્રામ પાઉચનો નવો ભાવ 30 રૂપિયા છે.. અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર માટે રૂપિયા 60ને સ્થાને રૂપિયા 62 જ્યારે અમૂલ ગાયના 500 મિલી દૂધની કિંમત રૂપિયા 27 થી વધીને રૂપિયા 28 થયાછે. અમૂલ દૂધના ભાવમાં છેલ્લે ગત વર્ષે 1 એપ્રિલના વધારો કરવામાં આવ્યો હતો....એ વખતે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા 31થી વધારીને રૂપિયા 32 કરાયો હતો.