આણંદ જીલ્લો કોલેરા ની જપેટમાં આવી રહ્યો છે. અગાઉ જિલ્લાના બોરસદ અને પેટલાદ પંથકને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ હવે આણંદ શહેર અને તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે ગઈકાલે આણંદ શહેરમાં દાખલ થયેલા ઝાડા ઉલટી ના કેસો પૈકી 2 કેસ કોલેરા પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા આણંદ શહેર અને તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ ને કાબુમાં લેવા માટે આણંદ શહેર અને ગ્રામ્ય મામલતદારને નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વની બાબત છે કે આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે પરંતુ શનિવારની રજા ને કારણે તંત્ર દ્વારા શહેરમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. આ બીજી તરફ આરોગ્ય અધિકારીનો જણાવવું છે કે આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ રોગચાળા પર કાબુ મેળવવા કામગીરી થઈ રહી છે.