ગીર સોમનાથ જિલ્લામાં પ્રશાસનની લાલીયાવાડીને લઈને એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યા છે.. જાગૃત નાગરિકે કરેલા આરોપો મુજબ હરમડીયાના સરકારી દવાખાનામાં ફરજ બજાવતા આશાવર્કરને હાજરી વગર જ બે વર્ષથી પગાર ચુકવવામાં આવી રહ્યો છે.. વર્ષ 2022માં આશા વર્કરના લગ્ન બાદ તે નવસારી જતા રહ્યા હતા.. અને નવસારી ગયા બાદ હાજરી વગર જ તેમને બે વર્ષ સુધી પગાર ચુકવાતો હોવાનો જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો.. જો કે આ સમગ્ર મામલે હાલ મળતી માહિતી મુજબ આશાવર્કરનું રાજીનામું પણ લેવાયુ છે.. જો કે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી