બનાસકાંઠાના ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ડીસાના કંસારીથી શેરપુરા,વરણ, પેછડાલ સહિતના 20થી વધુ ગામને જોડતો માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક લોકોની અને વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડને ઉપર ઉપાડી નાળુ બનાવવામા આવે...