શું ઉત્તર ગુજરાતની રાજનીતિમાં થશે કંઈ નવાજૂની. આ સવાલ ઉઠી રહ્યો છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની જાહેરમાં પ્રશંસા કરતાં. બે દિવસ પહેલાની છે આ ઘટના. અવસર હતો પાટણમાં આયોજીત રેડક્રોસ સોસાયટીના કાર્યક્રમનો... જેમાં પહોંચ્યા હતા પાટણના ભાજપ સાંસદ ભરતસિંહ ડાભી અને કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ... મંચ પરથી ભરતસિંહ ડાભીએ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના કર્યા વખાણ... કિરીટ પટેલને પોતાના મિત્ર ગણાવી... ભરતસિંહે તેમની કામગીરી પદ્ધતિને વખાણી... એવાાં આ વિસ્તારની જનતામાં ચર્ચા છેડાઈ છે કે, શું કિરીટ પટેલના વખાણ કોઈ રાજકીય સંકેત છે..