પાવાગઢ નિજ મંદિરના ગર્ભગૃહમાં ચોરી કેસમાં મોટો ધડાકો.....માતાજીના છ સોનાના હાર, બે સોનાના છત્ર ચોરી થયાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે...પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ની મદદથી ચોરી કરનાર સુરતના આરોપીને તમામ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે....ઝડપાયેલા આરોપી પાસેથી છ સોનાના હાર અને બે છત્ર સહિત 78 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો....જો કે ચોરીની ઘટનાના દિવસે નોંધાયેલી ફરિયાદમાં માત્ર ચોરીનો પ્રયાસ થયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો....પરંતુ મંદિર ટ્રસ્ટે ત્રણ દિવસ બાદ ચોરીના પ્રયાસ મામલે મંદિરમાંથી ચોરી થયેલા મુદ્દામાલની વિગતો પોલીસને આપી હતી......આરોપી ઓનલાઇન સટ્ટામાં મોટી રકમ હારી જતા પાવાગઢ મંદિરના ગર્ભ ગૃહમાંથી ચોરી કર્યાની વાત કબૂલી છે...