ભાવનગર જિલ્લાના ખાખરીયા પાસેની હર દેવેન્દ્ર નામની સળીયા બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ.. બોઈલર બ્લાસ્ટની ઘટનામાં શિવમંગલ, સંજયભાઈ અને રામબાપુ નામના ત્રણ શ્રમિક ગંભીર રીતે દાજી જતા તેમને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.. બનાવની જાણ થતા ફાયર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.. બનાવ અંગે મામલતદારે સ્વીકાર્યુ કે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં શ્રમિકો સેફ્ટી વગર જ કામગીરી કરી રહ્યા છે.. જ્યારે આ અંગે ફેક્ટરીના સંચાલકે સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા હોવાનો બચાવ કર્યો.. હાલ તો સિહોર પોલીસ અને મામલતદારે ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે.. તપાસ બાદ જે પણ જવાબદાર હશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી મામલતદારે ખાતરી આપી છે..