રાજ્યની 39 RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક AI બેઝથી ઓટોમેટિક થશે....જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા RTO કચેરીમાં પણ કામ શરૂ કરવામાં આવ્યું છે...આગામી દોઢ મહિનામાં કામ પૂરું થાય પછી વાહનોના ટેસ્ટને લઈને 15 દિવસથી મહિના સુધી નિરીક્ષણ કરાશે...નિરીક્ષણમાં કોઈ ક્ષતિ હશે તો દૂર કરાશે નહીં તો પ્રત્યેક RTO અને ARTO કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનોલોજી ફીટ કરવાનું કામ શરૂ કરી દેવાશે....આ કામગીરી આજથી નવ મહિનામાં પૂરી કરાશે...ત્યારબાદ વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઓટોમેટીક થશે...અત્યારે બે ઇન્સ્પેક્ટર ટ્રેકમાં અને બે ઇન્સ્પેક્ટર મોનિટરિંગ સિસ્ટમ પર હોય છે..આ સિવાય બે કલાક સહિત જીઆઇએસએફનો સ્ટાફ પણ રહે છે...પરંતુ AI બીજ ટેકનોલોજીથી ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થઈ ગયા બાદ ચાર ઇન્સ્પેક્ટરોની સામે માત્ર એકથી બે ઇસ્પેક્ટરોની ટેસ્ટ ટ્રેકમાં જરૂરિયાત રહેશે...