Dwarka Crime | સતત ત્રીજી વખત દરિયાકાંઠેથી મળ્યું કરોડોની કિંમતનું ચરસ... જુઓ વીડિયોમાંદ્વારકા નો દરિયો જાણે કે નશીલા પદાર્થોનું હબ બન્યો હોય તેમ સતત 3 જી વખત મળ્યો બિન વારસ ચરસ નો કરોડો ની કિંમતનો જથ્થો... દ્વારકાનાં દરિયા કાંઠેથી થોડા દિવસો પહેલા 16 કરોડ બાદ 42 લાખ અને હવે બે દિવસ પહેલા 22.75 કિલો ગ્રામ અને અંદાજે11 કરોડ 3 લાખ 75 હજાર થવા જાય છે...તે ચરસનાં 21 પેકેટ પોલીસને પ્રખ્યાત બ્લ્યુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત એવા શિવરાજપુર વચ્ચેનાં દરિયા કાઠેથી મળી આવ્યો છે.... સતત ત્રીજી વખત આ બિન વારસી ચરસ મળી આવ્યું છે પરંતુ હજુ કોઈ આરોપીનાં પુરાવા પોલીસ પાસે નથી મળી રહ્યા.... હાલ પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ દરિયા કાઠે સતત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે....ત્યારે બિન વારસી ચરસ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું અથવા ચરસ સબંધિત કોઈ જાણકારી મળી રહી નથી......