સતત બીજા દિવસે ભાણવડના બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને ધમધમતા દેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી. જંગલ વિસ્તારમાં નશાના અડ્ડા જમાવીને બેઠેલા બુટલેગરો વિરૂદ્ધ પોલીસની ટીમ દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી. પોલીસે દેશીદારૂ ભરેલા નવ જેટલા કેરબામાં રાખેલ 1400 લીટર દેશીદારૂનો આથો અને 460 લીટર દારૂનો નાશ કર્યો. કહારીયા નેશમાં પોલીસે કાર્યવાહી કરીને દેશી દારૂના મસમોટા જથ્થાનો નાશ કર્યો. હાલ તો પોલીસે નામચીન બુટલેગર ઓઘડ રબારી, ગોગન રબારી, દેવરાજ રબારી નામના ત્રણ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..