ગેરહાજર શિક્ષકોના મુદ્દા વચ્ચે શિક્ષણ વિભાગની લાલિયાવાડી વધુ એક વાર પર્દાફાશ.. આણંદના ખંભાતમાં વિદ્યાર્થીઓ વગર શાળા ચાલી રહી છે.. એટલે કે જ્યુબિલી માધ્યમિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોવા છતા શિક્ષકો નિયમિત આવી રહ્યા છે.. શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિનાનો સમય થવા આવ્યો.. તેમ છતાં આ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો નથી.. એટલું જ નહીં શિક્ષકો નિયમિત આવે છે.. અને સરકાર પ્રતિ મહિને ત્રણ લાખ રુપિયાનો ખર્ચ કરે છે.. ત્યારે શિક્ષણ વિભાગમાં આ રીતે લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે..