અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે.. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો ત્રીજા તબક્કામાં રવિવારે રાત્રે અમૃતસર પહોંચ્યા.. જ્યાંથી 33 ગુજરાતીઓ અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા છે.. એ સાથે અમૃતસરના મંદીપ સિંહ કે જે અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે.. તેમણે આ ડંકી રૂટનો વીડિયો શૅયર કર્યો.. જે પનામાથી અમેરિકાનો ડંકી રૂટ છે.. મંદીપસિંહએ શૅયર કરેલા વીડિયો અનુસાર.. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે.. તેઓ નદીમાં ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.. એટલું જ નહીં મોટર બોટની મદદથી પણ તેમને લઈ જવામાં આવ્યા.. જો કે રાત્રિના સમયે જંગલમાં કેમ્પમાં રાખવામાં આવ્યા.. એટલું જ નહીં જાતે જ જમવાનું પણ બનાવવું પડ્યું.. મંદીપસિંહ અમૃતસરના મકબૂલપુરાના છે.. જેમણે 17 વર્ષ ભારતીય સેનામાં નોકરી કરી. જે બાદ 40 લાખ રુપિયા એજંટોને આપી ડંકી રૂટથી અમેરિકા ગયા... અને મેક્સિકો બોર્ડરથી અમેરિકા પ્રવેશ કરતા સમયે પકડાયા હતા.. અને હવે તેમને ડિપોર્ટ કરાયા.. જો કે તેમણે એજંટો સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે..