સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને હાલાકી. જિલ્લામાં આ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં 35 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે વર્ષ 2023માં જુલાઈ મહિના સુધીમાં 100 ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. સાથે જ આ વર્ષે ચોમાસુ વાવેતર બે લાખ હેક્ટરમાં કરાયું. ત્યારે હવે વરસાદ ન થતા પીવા માટે અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. એટલું જ નહીં જિલ્લાનો ધોળી ધજા ડેમ તો નર્મદા પાણીથી ભરી દેવામાં આવ્યો. પરંતુ અન્ય ડેમમાં આ સિઝનમાં નવા નીરની આવક થઈ નથી.