સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નવાગામ.. જ્યાં એક ખેતરમાં ગાંજાની ખેતીનો થયો પર્દાફાશ.. વાત એવી છે કે, પોલીસે માલાભાઈ ડાભી નામના વ્યક્તિને લીલા ગાંજાના 5 છોડ સાથે દબોચ્યો હતો... પૂછપરછમાં ખુલ્યું કે, તેણે પોતાના ખેતરમાં કપાસ અને તુવેરના પાકની આડમાં ગાંજાનું પણ વાવેતર કર્યું છે... ડ્રોનની મદદથી પોલીસે આરોપીના ખેતરમાં દરોડો પાડ્યો.. તો અહીંથી લીલા ગાંજાના 30 છોડ મળી આવ્યા... પોલીસે કુલ 3 લાખ, 63 હજારનો મુદ્દામાલ કબજે કરી... આરોપીની ધરપકડ કરી છે.