ઉના તાલુકાના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ ઓચિંતા બંધ કરી દેવાતા 123 વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો. ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરાવાતો હતો. ટ્રસ્ટની હાઈસ્કૂલમાં ધો. 9 અને 10 70 વિદ્યાર્થિનીઓ અને 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.. હવે સ્કૂલ ઓચિંતા બંધ કરી દેવાતા 123 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે.