દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. અર્જૂનભાઈની 1 લાખ 18 હજાર મતથી જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે.