ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા... જેને હાઈકોર્ટે આપી છે રાહત. જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજાના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે... જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે.. ગણેશ જાડેજા પર આરોપ છે જૂનાગઢના દલિત આગેવાનના પુત્રનું અપહરણ કરીને ઢોર માર્યાનો... ગણેશ જાડેજા પર હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.. 5 જૂનના ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ હતી... ત્યારથી તે જેલમાં બંધ છે... આ દરમિયાન ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ... જેલમાં બંધ ગણેશ જાડેજા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા... આજે જ ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકે વરણી પણ થઈ... ગણેશ જાડેજાની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ... તે જ દિવસે જામીન મળતા સમર્થકોમાં ખુશી ફેલાઈ છે.