બાંગ્લાદેશ હિંસાને લઈ ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો સતર્ક બન્યા. ગુજરાત યુનવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા સૂચના અપાઇ છે.ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી. વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર અપાયા. સોશિયલ મિડિયા પર સમજી વિચારીને પોસ્ટ કરવા અને અફવા પર ધ્યાન ના આપવા સૂચના આપી..