તાપી જિલ્લામાં મેઘરાજા મહેરબાન બનતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નિઝર, ઉચ્છલ અને વાલોડ તાલુકામાં સારા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉચ્છલ તાલુકાના હોલીપાડા ગામેથી પસાર થતી નદીમાં પૂર આવતાં વડપાડા અને ચંદાપુર ગામને જોડતો લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પર પાણી ફરી વળતાં સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.