જૂનાગઢ શહેર અને જિલ્લો. જ્યાં આજે પણ રહ્યો વરસાદી માહોલ...માણાવદર અને મેંદરડામાં વરસ્યો મૂશળધાર વરસાદ. સવારથી જ આ બંને તાલુકામાં હતું વાદળછાયું વાતાવરણ.. એકાએક વરસાદ તૂટી પડતા માણાવદર અને મેંદરડા થયા પાણી-પાણી...માણાવદરના ગાંધી ચોક.. પટેલ ચોક.. સિનેમા ચોક... મીતડી દરવાજા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. માણાવદરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા... તો જૂનાગઢ શહેરમાં ગઈકાલ સાંજ બાદ આજે ફરી વરસ્યો વરસાદ... જૂનાગઢ શહેરના દોલતપરા... મજેવડી દરવાજા... જોશીપુરા... કાળવા ચોક.. આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. જૂનાગઢના વંથલીમાં પણ વરસ્યો વરસાદ... વંથલીના પટેલ ચોક.. આંબેડકર ચોક... બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો...