એક વર્ષ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સમગ્ર રાજ્યમાં કુપોષણને દુર કરવા માટેના અભિયાન શરૂ કર્યુ.. જે અભિયાન નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણ દુર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.. ત્યારે આજે નવસારીમાં બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.. જેમાં સુપોષણ તરફ લઈ જવા માટે આઈસીડીએસ વિભાગ તરફથી અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.. જેમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થા અને સામાજિક અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દુર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા..