રૂપિયાની લેતીદેતીમાં કૌટુંબિક વેવાઈની જ કરી નાખી સરાજાહેર હત્યા.. ઘટના છે કચ્છ જિલ્લાના અંજાર શહેરની... ગઈકાલે અંજારના ગંગાનાકા વિસ્તારમાં જગદીશ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી.. હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો... પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાનજીને દબોચી લીધો... મૃતક જગદીશે... કાનજીને 5 હજાર રૂપિયા આપ્યા હતા... જે પરત માગતા તેની હત્યા કરી નાખી... ચોંકાવનારી વાત તો એ કે, જગદીશ અને કાનજી... બંને એક્ટિવા પર ગંગાનાકા વિસ્તારમાં આવ્યા હતા.. આ સમયે જગદીશે પૈસા પરત માગતા કાનજી ઉશ્કેરાયો હતો અને હત્યા કરી નાખી હતી..