ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો... ભુજ ઉપરાંત આસપાસના માધાપર, મિરઝાપર સહિતના ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો... વરસાદના પગલે ભુજના જ્યુબેલી સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા... પાણીના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો....