સુરતના માંગરોળના ઝંખવાવ ગામેથી આખરે દીપડી પાંજરે પૂરાઈ છે. આ દીપડી મિશન હોસ્ટેલ અને મિશન ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધામા નાંખ્યા હતાં. જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી... વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા પણ ગોઠવ્યા હતાં... જોકે ચતુર દીપડી પાંજરે પૂરાઈ ન હતી. આખરે ગતરાત્રીના ઝંખવાવ ગામ નજીક શિકારની લાલચમાં ચતુર દીપડી પાંજરે પૂરાઈ.. દીપડીની વય અંદાજિત પાંચ વર્ષની હોવાનું વનવિભાગનું અનુમાન છે. દીપડી પાંજરે પૂરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો... હાલ તો વાંકલ રેંજ તરફથી દીપડીનો કબ્જો લઈ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડાઈ છે.. જ્યાં તપાસ બાદ પુનઃ તેને પ્રકૃતિની ગોદમાં ખૂલ્લી મૂકાશે.