જૈન મુનિ વિજય બોધિસૂરીશ્વરજી મહારાજનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રી ઉત્સવ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. વીડિયોમાં જૈન સંત નવરાત્રીને 'લવરાત્રિ' તરીકે સંબોધે છે અને તેના નકારાત્મક પરિણામો વિશે ચેતવણી આપે છે.