કચ્છના તુણામાં ડી.પી.વર્લ્ડ નામની કંપનીની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો.. ડી.પી.વર્લ્ડ કંપનીની કામગીરીને લીધે મોટા વાહનો પસાર થતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.. સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જ કંપનીએ કામગીરી શરૂ કરી દીધી.. કંપનીની આ જ કામગીરીને લીધે સ્થઆનિકોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી.. સ્થાનિકોના ચક્કાજામથી મોટી સંખ્યામાં વાહનોના થપ્પા જોવા મળ્યા.. જો કે પોર્ટ પ્રશાસન અને ડી.પી.વર્લ્ડ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે ફરક્યા નહીં..