બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારોને નથી રહ્યો કાયદાનો કોઈ ડર. ગઈકાલે રાત્રે અમીરગઢમાં સોની વેપારીને માર મારી લૂંટી લેવાયો. ઘટનાના વિરોધમાં આજે અમીરગઢની બજારો રહી બંધ. તો વેપારીઓએ કર્યો ચક્કાજામ પણ. જેમાં કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોડાયા. ધારાસભ્યએ માગ કરી કે, 12 કલાકમાં લૂંટારાઓને પકડવામાં આવે.. જો લૂંટારા નહીં પકડાય તો સોમવારે પણ અમીરગઢ બંધ રખાશે.. ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ બનાસકાંઠા જિલ્લાના SP અક્ષયરાજ મકવાણાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા..