રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા છે મોટા રાહતના સમાચાર. આજથી સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું જમાવટ કરશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને ગુજરાત, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચુક્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર અરબ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશા વધુ વિસ્તારોની સાથે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, યુપી તરફ આગળ વધવા માટે સાનૂકુળ સ્થિતિ બનેલી છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશ અને ટ્રફ લાઈન સક્રિય થતા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયું.