પાટણ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી....સિદ્ધી સરોવરના ફિલ્ટર પ્લાનની બાજુમાં જ આવેલી દસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બની છે જર્જરીત.. જેમાંથી રોજનું હજારો લીટર પાણી ગટરમાં વેડફાઈ રહ્યુ છે..છેલ્લા ઘણા સમયથી પાણીની ટાંકી લીકેજ હોવા છતા પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી.. આ અંગે એબીપી અસ્મિતાની ટીમે જ્યારે પાલિકા પ્રમુખ પાસેથી જવાબ લેવાનો પ્રયાસ કર્યો તો તેમણે સરકારી જવાબ આપતા એન્જિનિયરની ટીમને તપાસ અર્થે મોકલીને થોડા દિવસોમાં ટાંકીનું રિપેરિંગ કરવાની વાર્તા કરી.. આ તરફ વિપક્ષે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આરોપ લગાવીને આ ટાંકીને ભ્રષ્ટાચારની ટાંકી ગણાવી..