રાજ્યના પોલીસ વડા જી.એ.મલિકે CPથી લઈને PI સુધીના અધિકારી રોજ 2 કલાક નાગરિકોને સાંભળવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક કક્ષાએ ફરિયાદો અને રજૂઆતોના નિકાલ માટે નિર્ણય લેવાયો છે. સામાન્ય અરજીઓનો નિકાલ મહત્તમ 15 દિવસમાં અને આર્થિક ગુનાની અરજીનો નિકાલ 6 અઠવાડિયામાં કરવો પડશે. પારિવારિક વિવાદની અરજીનો નિકાલ 6 અઠવાડિયામાં કરવો પડશે. ભ્રષ્ટાચાર સંબંધિત અકજીનો નિકાલ 6 અઠવાડિયામાં કરવો પડશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને પોતાની ફરિયાદોના નિકાલ માટે ગાંધીનગર અથવા ઉચ્ચ કચેરીઓ સુધી ધક્કા ન ખાવા પડે તે સુનિશ્ચિત કરવાનો છે. આદેશ મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન મુલાકાતીઓને સાંભળશે, જ્યારે PI અને થાણા અમલદારો સાંજે 4થી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી અરજદારોની રજૂઆતો સ્વીકારશે. સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.