ગીર સોમનાથના વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઈનને લઈ ફરી ગ્રામજનોની બેઠક મળી.... સંભવિત કોમર્શિયલ રેલવે લાઈન મુદ્દે વર્ષ 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે... જોકે લાંબા સમયથી આ રેલવે લાઈન મુદ્દે કોઈ ગતિવિધી ના થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો... જોકે ફરી એકવાર ગુગલ મેપ પર સંભવિત રેલવે લાઈનની ગતિવિધી દેખાતા ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ... આ રેલવે લાઈન દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થવાની સંભાવનાને પગલે દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામોના ખેડૂતો રોષે ભરાયા... આજે સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મહાબળ બાપાના મંદિરના પંટાગણમાં મોટી સંખ્યામાં 30થી વધુ ગામોના ખેડૂતો સાગર રબારીની આગેવાનીમાં એકઠા થયા હતાં... આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને અન્ય નેતાઓએ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.... ખેડૂતોએ હુંકાર કર્યો કે જીવ દઈશું પણ જમીન નહીં.... આવનારા દિવસોમાં આ મુદ્દે રેલવેના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે...