વલસાડમાં વાપીને બનાવાઈ છે મહાનગરપાલિકા... જેમાં આસપાસના 11 ગામનો કરાયો છે સમાવેશ... જો કે, આ 11 ગામમાં કેટલાક લોકો વાપી મહાનગરપાલિકામાં સમાવેશનો કરી રહ્યા છે વિરોધ... ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 11 ગામના લોકોએ રેલી યોજી વિરોધ દર્શાવ્યો... મોટી સંખ્યામાં લોકો પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા અને કચેરીના પરિસરમાં બેસી હલ્લાબોલ મચાવ્યો... પ્રાંત અધિકારીએ આવેદનપત્ર ન સ્વીકારતા મહિલાઓએ બંગડી ફેંકી વિરોધ કર્યો... વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી લોકોને વેરો વધારે ચૂકવવો પડશે... જેને લઈ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.