ઉનાળાની સિઝનમાં દરેકના ઘરમાં અથાણા બનતા હોય. પરંતુ આ વર્ષે અથાણાનો ચટાકો તમામને મોંઘો પડશે. ગૃહિણીઓનું બજેટ ખોરવાય તે રીતે આ વર્ષે બજારમાં કેરી, ગુંદાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો. આ વર્ષે વનરાજ કેરીનો ભાવ 140 રૂપિયા છે. જ્યારે રાજાપુરી કેરીનો ભાવ 80 રૂપિયા છે. તો દેશી લાડવો કેરીનો ભાવ 120 રૂપિયા છે. તો ગુંદાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ગુંદાનો ભાવ 100 રૂપિયા છે.