જુનાગઢમાં ખરાબ રોડ રસ્તા અને નબળી ગુણવત્તાની કામગીરીને લઈ રાજકીય માહોલ ગરમાયો. આ મુદ્દે મહાનગરપાલિકામાં સત્તાધારી ભાજપના શહેર ઓબીસી ઉપપ્રમુખ નરેન્દ્ર ઓડેદરાએ તાજેતરમાં મનપા કમિશનર તેજસ પરમારને પત્ર લખી રજૂઆત કરી. જેમાં તેમણે શહેરના વોર્ડ 15ના વિસ્તારોમાં થયેલા ખરાબ ગુણવત્તાવાળા રોડ–રસ્તાની તપાસ કરવાની માંગ કરી. રોડના કામમાં ઢીલી નીતિ રાખવામાં આવી હોવાના પણ ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યા.. વોર્ડ નંબર 15ના નગર સેવક રાવણ પરમારે તમામ આરોપોને નકારી વળતા પ્રહાર કર્યા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી.