સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી... જેમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાના રેકેટનો થયો પર્દાફાશ... ભેજાબાજ વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર... તમિલનાડુ અને રાજસ્થાન બોર્ડની નકલી માર્કશીટથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લીધો પ્રવેશ... 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ નકલી માર્કશીટ અને ડિગ્રીથી પ્રવેશ લીધો... તમામના પ્રવેશ રદ કરાયા છે. 62 વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ પણ કરી ચૂક્યો છે... તો બીજો વિદ્યાર્થી LLBનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો છે. સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટનું વેરિફિકેશન કરાવ્યું... જેમાં ભેજાબાજ વિદ્યાર્થીઓની કરતૂતનો ભાંડો ફૂટ્યો...