રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન પર આમ આદમી પાર્ટીએ બેદરકારીના આરોપ લગાવ્યા. આપે દાવો કર્યો કે, જિલ્લામાં હાઈ રાઈઝ બિલ્ડિંગ, મલ્ટીપ્લેક્સ, ખાનગી હોસ્પીટલ સહિતની બિલ્ડીંગમાં ફાયર NOCના સાધનો કાટ ખાઈ રહ્યા છે. જેથી પ્રશાસન જાગે અને તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવે. સાથે જ ચીમકી ઉચ્ચારી કે. ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટમાં જઈશું