જૂનાગઢ શહેર કૉંગ્રેસ કાર્યાલયે આજે શહેર કૉંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત પટેલનો પદગ્રહણ સમારોહ યોજાયો... આ અવસરે મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.. જો કે, કરસન સોલંકી નામના કથિત કૉંગ્રેસ કાર્યકરે હોબાળો મચાવતા હડકંપ મચી ગયો. કરસન સોલંકીએ પૂર્વ શહેર કૉંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર પૈસાની લેતીદેતીનો આરોપ લગાવ્યો અને કૉંગ્રેસના હોદ્દેદારો સાથે તકરાર કરી.