તાપી જિલ્લાના વ્યારામાં ગરીબોને આપવાના ચણામાંથી નીકળી જીવાત. પનિયારી ગામની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડધારકોને અપાતા ચણામાંથી જીવાત નીકળતા ગામના સરપંચ સહિતના સભ્યોએ અનાજનું વિતરણ બંધ કરાવ્યું.. સમગ્ર મામલે સસ્તા અનાજની દુકાનના સંચાલકે બચાવ કર્યો કે, ઉપરથી જ જીવાતવાળું અનાજ આવ્યું છે.. પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોવાથી મામલતદાર પાસે તેમનો ચાર્જ છે...સમગ્ર મામલે મામલતદારને સવાલ પૂછાતા, તેમણે તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી..