ભાવનગરનાં ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગારિયાધારનાં ઠાસા ગામે પુર જેવી સ્થિતિ સર્જાતા કાર પાણીમાં તણાઈ હતી. વહેતા પાણીમાં કાર તણાતા લોકો કાર બચાવવા દોડ્યા હતા... ડાંગ જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો. જેમાં વધઈ, આહવા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. માછલી ખાતર, બોરખલ, સોનગીરી, લીંગા, પાંડવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.