અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું પાપ છાપરે ચડીને પોકાર્યું... બાકરોલ ગામની નહેરમાં કેમિકલવાળું પાણી છોડનાર આરોપીઓને પોલીસે દબોચી તો લીધા... તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ કાર્યવાહી કરી નહીં... એટલું જ નહીં... પોલીસે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખી વિનંતી કરવી પડી કે કસૂરવાર કંપની સામે પગલાં લો... નહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે... તપાસમાં અંકલેશ્વરની ક્વોલિટી વેલ્યુ લેબ્સ કંપનીનું નામ ખુલ્યું છે. કંપનીના સત્તાધીશોએ કેમિકલ માફિયાઓને કેમિકલનો નિકાલ કરવા કહ્યું હતું... 5 હજાર કિલો જેટલું કેમિકલ અબ્દુલ વહાબ નામના શખ્શને અપાયું હતું.. આ ઘટના બાદ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અંકેલેશ્વર ખાતેના અધિકારી વિજય રાખોલિયા આ મામલે બોલવા તૈયાર નથી.