ભરૂચ જિલ્લાના કાવીઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર રાજકીય અગ્રણી મયુરસિંહ રાજ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું ફરમાન જાહેર કરાયું.. જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે કાવીઠા ગામમાં બેઠક બોલાવીને રાજકીય અગ્રણી મયુરસિંહ રાજ અને તેના પરિવાર વિરૂદ્ધ તાલિબાની ફરમાન જાહેર કર્યુ.. યતીન પટેલે મયુરસિંહ રાજ અને તેના પરિવારને પાણી પણ ન આપવાનો ગ્રામજનોને આદેશ કર્યો.. યતીન પટેલે જાહેર કરેલા આ જ તાલિબાની ફરમાનનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા જ ઉહાપોહ મચી ગયો.. જો કે વિવાદ મુદ્દે યતીન પટેલે મીડિયા સામે મૌન ધારણ કર્યુ.. તો મયુરસિંહ રાજે આરોપ લગાવ્યો કે મારી ભ્રષ્ટાચાર સામેની લડાઈને કારણે આ ફરમાન જાહેર કરાયું..