આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે અગનવર્ષા.. આગામી પાંચ દિવસમાં ફરી એકવાર તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા.. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.. 24 કલાક બાદ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે.. એટલે ફરી એકવાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.. કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.. એટલુ જ નહીં.. નવ અને 10 માર્ચ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે..