નર્મદાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડા પંથકમાં વરસાદ વરસ્યો હતો. સાગબારા, ડેડિયાપાડામાં ધોધમાર વરસાદથી નદી- નાળા છલકાયા હતા. ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. અનેક ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા.