નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યા બની માથાના દુખાવા સમાન...શહેરના કાલિયાવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂના પુલનું નવીનીકરણનું કામ ચાલતા ટ્રાફિક જામ થઈ રહ્યો છે... નવસારી મહાનગરપાલિકાએ પુલનું કામ શરૂ કરતાં પહેલાં નોટિસ કે જાહેરાત કરી ન હતી... અને રાતોરાત ડાયવર્ઝન આપી રસ્તો બંધ કરી દેવાતા શહેરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે.. જેને લઈ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ શરૂ કર્યાના 3 દિવસ બાદ નવસારી મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું... ટ્રાફિક નિયંત્રણ કરવા હવે મહાનગરપાલિકાએ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે... તેમાં પણ સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે... સ્થિતિ એવી સર્જાઈ છે કે, DySP કક્ષાના અધિકારીઓને મુખ્ય રસ્તા પર ઉતરી ટ્રાફિકનું પાલન કરાવવું પડ્યું...