સુરેન્દ્રનગર જિલ્લમાંં શાળાઓમાં જાણે ચાલી રહ્યો છે ભાજપનો પ્રવેશોત્સવ. વધુ એક શાળામાં વિદ્યાર્થીઓને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરાયો. આ શાળા છે સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની ઈન્ડિયન પબ્લિક સ્કૂલ. શહેર ભાજપ પ્રમુખની શાળાના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો કે, આ લિંક પર ક્લિક કરી. ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવો. વિદ્યાર્થીઓ અને વાલીઓના મોબાઈલમાં આ મેસેજ આવતા વાલીઓએ વિરોધ કર્યો