મહીસાગરના કડાણા તાલુકાનું અમથાણી ગામ. ગામના મહિલા સરપંચના પતિનો વીડિયો વાયરલ થતાં જ મચી ગયો છે હડકંપ.. આરોપ છે કે, મહિલા સરપંચ મંજૂલાબેનના પતિ દેવાભાઈ ડામોર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસે પૈસા પડાવી રહ્યા છે. ભરતભાઈ ડામોર નામના લાભાર્થીએ જ પૈસા લેતા સરપંચના પતિનો વીડિયો ઉતાર્યો છે. ભરતભાઈનો આરોપ છે કે, સરપંચના પતિ દેવાભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન અપાવવાના નામે ટકાવારી લે છે... જવાબમાં સરપંચના પતિ દેવાભાઈએ આરોપ નકાર્યા.. સરપંચના પતિએ દાવો કર્યો કે, આ વીડિયો થોડા દિવસ પહેલાનો છે. ગામના એક વ્યક્તિએ છૂટા પૈસા માગતા મેં તેને છૂટા પૈસા આપ્યા હતા... વિરોધીઓ મને દબાવવા માટે આવું કરી રહ્યા છે. હાલ તો આ મામલે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે...