પાટણ શહેર અને જિલ્લો... જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા... પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી... આનંદનગર... મન્નત સોસાયટી... ગુલાશનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા... પાટણના માર્ગો જાણે નદી બની ગયા... જેને લઈ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.. આ દ્રશ્યો છે પાટણના પદ્મનાથ વિસ્તારના... અહીં મુખ્ય માર્ગો જ પાણીમાં ગરકાવ થયા... પદ્મનાથથી રામનગર... બોરસણ.. રણુજ સહિતના પાંચ ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા... વાહનો બંધ પડી જતાં વાહનચાલકો હેરાન થયા...