ભરૂચના જંબુસરમાં એક મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી..બસ સ્ટેશન પાસે પસાર થતી એક મહિલા ગટરમાં પડી જતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા અને મહિલાને બહાર કાઢી.. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે, અનેકવાર ખુલ્લી ગટર બંધ કરવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરાઈ.. આ તરફ, અમરેલીના રાજુલામાં રિક્ષા પલટી ગઈ...ભેરાઈ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવા ખાડા ખોદવામાં આવ્યા હતા. ખાડાના કારણે એક રિક્ષા પલટી ગઈ..સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થયો...